દેશમાં કોરોના વાયરસના ચેપની ગતિ ઓછી થતી નથી. છેલ્લા 24 કલાકમાં 78 હજાર 357 લોકોને ચેપ લાગ્યો છે. આ સમય દરમિયાન 1045 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 37 લાખ 69 હજાર 524 થઈ ગઈ છે, અત્યાર સુધીમાં 66,333 લોકોએ જીવ ગુમાવ્યો છે.
દેશમાં સક્રિય કેસની સંખ્યા 8 લાખને પાર થઇ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બુધવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 8,01,282 છે. અત્યાર સુધીમાં કુલ 29 લાખ 19 હજાર લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે.
આઇસીએમઆરે માહિતી આપી છે કે તા.1 સપ્ટેમ્બરના રોજ કુલ 10 લાખ 12 હજાર 367 નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં કુલ 4 કરોડ 43 લાખ 37 હજાર 201 નમૂનાઓની તપાસ કરવામાં આવી છે.
સક્રિય કેસ અને એક્ટિવ કેસ વચ્ચેનો તફાવત વધીને 21 લાખથી વધુ થઈ ગયો છે. દેશમાં કોરોના પુન: પ્રાપ્તિ દર 77% સુધી પહોંચી ગયો છે, જ્યારે મૃત્યુ દર ઘટીને 1.77% થયો છે. અડધાથી વધુ કેસ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા છે, રિકવરી દરના 60%માં આ પાંચ રાજ્યોનો સમાવેશ થાય છે.