દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનને કારણે ફતેહપુર જિલ્લાના શેરડીના ખેડૂતો પરેશાન છે.આ એ જિલ્લાના શેરડીના ખેડૂતો છે કે જેઓ જ્યુસ માટેની શેરડી ઉગાડે છે.ગરમીના દિવસોમાં જ્યુસ પીવડાવતા લોકોને શેરડી વેંચીને જ આ ખેડુતો પોતાનું ગુજરાન ચલાવે છે.એમની રોજી રોટી પણ આ શેરડી પર આધારિત હોય છે.
એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં ગરમી પણ તેની અસર હવે બધારે દેખાડી રહી છે અને તાપમાન પણ ઊંચું જય રહ્યું છે પણ લોકડાઉનને કારણે જ્યૂસની દુકાનો પણ લોક થઇ ગઈ છે.એવામાં જ્યુસ માટે કાળી શેરડી ઉગાડનારા શેરડીના ખેડૂતો વિશેષ પરેશાન છે.કારણ કે સમય જાતની સાથે હવે આ શેરડી ખેતરમાં જ સુકાવા લાગી છે.
થારીયાંવ વિસ્તારમાં શેરડીના ખેડૂતો કહે છે કે આ કાળી શેરડીને ખાંડ મિલને પણ વેંચી શકાતી નથી અને એટલે જ શેરડીની ખેતીમાંભારે નુકશાન જઈ રહ્યું છે.એવામાં શેરડીના ખેડૂતોએ સરકાર પાસે આ શેરડી વેંચવા માટેની વ્યવસ્થા કરવાની માંગ કરી રહી છે.