કોરોનાને કારણે અનેક રાજ્યોના મજૂરો અન્ય રાજ્યોમાં ફસાઈ ગયા છે અને પોતાના વતન જવા ઈચ્છી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના બીડ અને પરભણીના આશરે 190 શેરડીના ખેડૂત કોરોના સંકટને કારણે તમિળનાડુમાં ફસાયેલા છે અને ઘરે જવા માટે રાહ જોઈ રહ્યા છે. આ મજૂરોએ રાજ્ય સરકારને મદદ માટે વિનંતી કરી છે.
ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા સમાચારો અનુસાર શેરડીની કાપણી કરનારી નીલબાઈ રાઠોડે કહ્યું કે અમે લગભગ બે મહિનાથી અહીં અટવાયેલા છીએ. હું મારા બાળકો સાથે રહેવા ઘરે જવા માંગુ છું. હું મહારાષ્ટ્ર સરકારને વિનંતી કરું છું કે તે અમને મહારાષ્ટ્ર પાછા લાવે.
રાઠોડ તમિલનાડુમાં ફસાયેલા બીડ અને પરભણીના 190 ફસાયેલા મજૂરોમાંથી એક છે. તે બધા તામિલનાડુના અરિઆલુર જિલ્લાના કીજફ્ફલપુર ગામમાં ફસાયેલા છે. મજૂરો અહીં શેરડીની લણણી કરવા આવ્યા હતા.
આ પહેલા રાજ્ય સરકારે અન્ય જિલ્લાઓમાં ફસાયેલા શેરડીના પાકના કામદારોને મેડિકલ ચેકઅપ પછી તેમના ઘરે જવા માટેનો માર્ગ સાફ કર્યો હતો. અને લગભગ બધા લોકો પણ તેમના ગામ પહોંચી ગયા છે.