પાકિસ્તાનના લોકોની હાલત દિવસેને દિવસે વધુ કફોડી બનતી જતી જોવા મળી રહી છે.થોડાક દિવસથી ઘઉંના લોટની તંગીને કારણે અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હવે પાકિસ્તાનના લૂને ખાંડ પણ કડવી લાગશે કારણ કે અછતને કારણે ખાંડના ભાવમાં વધારો થવાનું સંકટ પણસર્જાયું છે. પાકિસ્તાની વાનગીઓમાં ખાંડ એક આવશ્યક ઘટક છે, છેલ્લા એક અઠવાડિયામાં કિલો દીઠ 10 રૂપિયાનો વધારો નોંધાયો છે.
ખાંડનો જથ્થાબંધ ભાવ પણ રૂ 64 થી વધીને રૂ. 74 થઈ ગયો છે અને દેશમાં તીવ્ર તંગી સર્જાઇ છે. સુગર ટ્રેડર્સ એસોસિએશનના અધિકારીઓએ દાવો કર્યો છે કે ‘સટ્ટા માફિયાઓ’ દ્વારા ખાંડના ભાવમાં વધારો થયો છે. આ ખાંડ લાહોરમાં કિલો દીઠ રૂ. 80 પર વેચાઇ રહી છે.સામાન્ય માણસ માટે ખાંડ ખરીદવી મુશ્કેલ બની ગઈ છે.ખાંડના ભાવ પ્રતિ કિલો રૂ .64 સુધી વધ્યા છે. કરાચીના જથ્થાબંધ વેપારીઓએ દાવો કર્યો છે કે, ખાંડની કિંમતો પણ ફેસલાબાદમાં કિલો દીઠ આઠથી દસ રૂપિયામાં આકાશી વધારો જોવા મળ્યો છે. શહેરમાં 100 કિલો ખાંડની થેલીની કિંમત 300 રૂપિયા વધી છે,તેમ ‘કરાચીના હોલસેલ વેપારીઓએ જણાવ્યું હતું