સપ્ટેમ્બરમાં ખાંડની નિકાસ પર પ્રતિબંધ મુકાઈ શકે છેઃ શરદ પવાર

કોલ્હાપુરઃ એનસીપીના નેતા શરદ પવારે સંભાવના વ્યક્ત કરી છે કે કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં ખાંડની નિકાસ પર પણ પ્રતિબંધ મૂકી શકે છે. પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત જાહેર સભામાં બોલી રહ્યા હતા. શાહુ છત્રપતિએ જાહેર સભાની અધ્યક્ષતા કરી હતી.

ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળતા નથી જ્યારે ખેડૂતોને તેમના પાકના સારા ભાવ મળવા લાગે છે ત્યારે કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે છે. જ્યારે ડુંગળીના ભાવ વધી રહ્યા હતા, ત્યારે નિકાસ પર તરત જ 40 ટકા ટેક્સ લાદવામાં આવ્યો હતો. હવે તેમણે સપ્ટેમ્બરમાં ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.પવારે કહ્યું કે, કેન્દ્ર સરકારની આ નીતિને કારણે શેરડીના ખેડૂતોને ભવિષ્યમાં ભાવ નહીં મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here