પાડોશી દેશો દ્વારા યુગાન્ડાની ખાંડની આયાત બંધ કરી દેવામાં આવી છે.જેને કારણે યુગાન્ડાની નિકાસમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. બલ્કે યુગાન્ડાની નિકાસ 54% ઘટી ગઈ છે. યુગાન્ડાએ મેં મહિનામાં 23,212 ટન ખાંડ નિકાસ કરી હતી.પરંતુ તેમાં હવે 8,221 ટનનો ઘટાડો થતા કુલ નિકાસ 14,991 ટન પર આવી પહોંચી છે.
યુગાન્ડાના ઔદ્યોગિક એક્સપર્ટ લોકોએ જણાવ્યું હતું કે યુગાન્ડાના પાડોશી દેશો સાથેની ગતિવિધિઓ વધુ સુનિશ્ચિત નહિ બને તો ખાંડની નિકાસમાં વધુ ગાબડાં પડી શકે તેમ છે.તેમાં પણ કેન્યાએ ઘરેલુ ખાંડ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે યુગાન્ડાની ખાંડ કંપનીઓની પરમીટ પણ રદ્દ કરી નાંખી હતી જેથી કેન્યામાં પણ ખાંડની નિકાસ થવા પામી ન હતી.હાલ કેન્યા એક માત્ર એવો દેશ હતો કે જે યુગાન્ડા પાસેથી ખાંડની આયાત કરતો હતો પણ કેન્યાના નવા સ્ટેન્ડને કારણે લગભગ 35,000 ટન ખાંડની નિકાસ ઠપ્પ થઇ ગઈ છે.
યુગાન્ડા સુગર મેન્યુફેક્ચર્સ એસોસિયેશનના પ્રમુખ જિમ કાબેહોએ જણાવ્યું હતું કે હજુ સ્થિતિ ખરાબ નથી થઇ. પણ જો કેન્યા અને તાન્ઝાનિયા અહીંથી ખાંડ આયાત નહિ કરે તો આવનારા સમયમાં નિકાસ થવાની માત્ર ઘણી ઘટી જશે. હવે અમે ડીઆર કાંગો,જામ્બિયા અને દક્ષિણ સુદાન જેવા દેશોમાં ખાંડની નિકાસ પર મેહનત કરી રહ્યા છે.