ઘણા દેશો દ્વારા કોરોના વાયરસના પ્રકોપથી બચાવવા અને તેમના દેશના લોકોના હિતની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને જીવન જરૂરિયાત ચીઝ અંગે વધુ સભાન બન્યા છે.
સમાચાર એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર રોમાનિયન સરકારે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને 15 મે સુધી નોન યુરોપિયન યુનિયન દેશોમાં ખાંડ સહિતની અન્ય ચીજવસ્તુઓના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.રોમાનિયામાં સૈન્ય સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર પ્રતિબંધિત અનાજમાં ઘઉં,જવ,ઓટ,મકાઈ,ચોખા,ઘઉંનો લોટ અને ખાંડ સહિત તેલીબિયાંનો સમાવેશ થાય છે.
રોમાનિયાના ગૃહ પ્રધાન માર્સેલ વેલાએ કહ્યું કે અમે કોરોનો વાયરસના પ્રકોપ દરમિયાન આપણી સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા આ પગલું ભર્યું છે જેથી આપણા લોકોને કંઈપણ અભાવ ન પડે.