કોરોનાવાઇરસની મહામારી અને ત્યારબાદ લોકડાઉન ને કારણે આ વર્ષે શેરડીના પીલાણમાં તો ઘણી તકલીફ આવી પણ તેનારથી પેહેલેથી ચિંતિત ખાંડ ઉદ્યોગ વધુ ઘેર સંકટમાં પસાર થઇ રહ્યો છે.લોકડાઉનને કારણે કોડ ડ્રિંક્સ,મીઠાઈ,આઈસ ક્રીમ જેવા ઔદ્યોગિક ગૃહો દ્વારા તો ખાંડ ખરીદવાનું જ બંધ કરી દેવામાં આવું છે.મહારાષ્ટ્ર રાજ્યના ગ્રામીલ અર્થ વ્યવસ્થાના પૈડાં ખાંડ અને શેરડી ઉદ્યોગ પર ચાલે છે.કોરોનાવાઇરસને કારણે ખાંડ ઉદ્યોગને તો માર પડ્યો છે પણ સાથોસાથ ગ્રામીણ અર્થવ્યવસ્થા પણ પાંગળી બની ગઈ છે.
આનાથી મહારાષ્ટ્ર રાજ્ય સહકારી ખાંડ ફેક્ટરીઝ ફેડરેશન, સહકારી ખાંડ મિલની સર્વોચ્ચ સંસ્થા દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો સંપર્ક કરીને પરિસ્થિતિને પહોંચી વળવા ખાંડ ઉદ્યોગને તાત્કાલિક નાણાકીય સહાયની માંગ કરી છે.
રાજ્યના શેરડીના ખેડૂતો અને ખાંડ ઉતયોગની હાલત પણ કફોડી બની છે ત્યારે ફેડરેશનના પ્રમુખ જયપ્રકાશ દાંડેગવકરે જણાવ્યું હતું કે,”શેરડીના હાર્વેસ્ટિંગ,પિલાણ અને ખાંડનું ઉત્પાદન ચરમસીમાએ હતું ત્યારે કોરોના વાયરસના રોગચાળાને રોકવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જેના પગલે મિલોના પિલાણમાં વિલંબ થયો હતો.” જેના કારણે સુગર મિલોને ભારે હાલાકી વેઠવી પડી છે. દાંડેગાંવકર અને નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટીવ સુગર ફેક્ટરીઝ લિમિટેડના વાઇસ ચેરમેન કેતનભાઇ સી.પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અલગ પત્ર લખ્યા છે.
પટેલે વડા પ્રધાનને લખેલા પત્રમાં કહ્યું છે કે લગભગ 5 કરોડ ખેડૂત અને આશરે 10-15 લાખ મજૂરો ભારતના ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આવતા મહિનામાં સિઝન શરૂ કરવા આ કૃષિ ઉદ્યોગને પગ પર રાખવા સરકારને મદદની જરૂર છે. શેરડીના લાખો ખેડુતો ખાંડ મિલોને પહોંચાડેલા શેરડીના ચુકવણીની રાહમાં છે. મિલો પાસે લિક્વિડ કેશ નથી અને તેઓ ઇચ્છે છે કે કેન્દ્ર સરકાર સીધા જ ખેડૂતોને પૈસા ચૂકવે.