કોરોનાવાઇરસને પગલે ઉત્તર પ્રદેશની સરકાર બાદલ તમામ સુગર મિલને સેનિટાઇઝરનું ઉત્પાદન કરવા માટેના લાઇસન્સ આપવામાં આવી રહ્યા છે અને કેટલીક સુગર મિલોએ તો સેનિટાઇઝરનું ઉત્પાદન પણ શરુ કરી દીધું છે.ઉત્તર પ્રદેશની 12 જેટલી મિલો દ્વારા હજારો લીટર સેનિટાઇઝરનું ઉત્પાદન શરુ કરી દીધું છે.
આલ્કોહોલનું ઉત્પાદન ઉત્તર પ્રદેશની ખાંડની મિલોમાં થતું હોઈ છે એટલે સરકારે પણ વર્તમાન સંજોગને ધ્યાનમાં રાખીને મિલોમાં સેનિટાઇઝરનું ઉત્પાદન શરુ કરવા આહવાહન આપ્યું છે. જેને કહેવામાં આવ્યું છે તેમાં ઉત્તમ જૂથ બલરામ જૂથ,દાલમિયા જૂથ ,બિરલા જૂથને દરરોજનું 13,500 લીટર સેનિટાઇઝરનું ઉત્પાદન કરવાની છૂટ આપી દેવામાં આવી છે.
આ ઉપરાંત મસોઢા,એરા,ડીએસસીએલજૂથ,મવાના ,ધમપુર ને ત્રિવેણી જૂથને પણ સેનિટાઇઝર શરુ કરી દેવાનું અનુમતિ આપી દેવામાં આવી છે.બલરામપૂર અને ગાજિયાબાદમાં તો ઉત્પાદન પણ શરુ થઇ ચૂક્યું છે.
સુગર કમિશ્નર સંજય ભુઝરેડ્ડીએ જણાવ્યું હતું કે બજારમાં જેમ અને જેટલી જરૂર પડે તેટલું ઉત્પાદન હાથ ધરવામાં આવશે અને બજારને જરૂર છે એટલે પેહેલી વખત સેનિટાઇઝતરના ઉત્પાદનની છૂટ આપવામાં આવી છે.