શેરડીના ખેડૂતો માટે સારા સમાચાર છે.એકબાજુ કોરોનાથી ખેડૂતોને ચિંતીત હતા અને પોતાના શેરડીના પાક અંગે પણ ચીંતી હતા ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે શેરડીના ખેડુતોને ખાતરી આપી હતી કે જ્યાં સુધી તેઓ ખેડુતો પાસેથી શેરડીનો આખો પાક નહીં ખરીદે ત્યાં સુધી સુગર મિલો ખુલી રહેશે.
મુખ્યમંત્રીએ સુગર ઉદ્યોગ પ્રધાન સુરેશ રાણાને આ સંદર્ભે સુગર મિલો પર નજર રાખવા નિર્દેશ આપ્યો છે. “119 સુગર મિલોમાંથી 18 શેરડીના પિલાણનું કામ પૂર્ણ કરી ચૂકી છે અને ત્યારબાદ તેને બંધ કરી દેવામાં આવી છે. 101 ખાંડ મિલો હજી કાર્યરત છે, “શેરડીનાં કમિશનર સંજય આર ભુંસરેડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
2019-20ની સીઝનમાં 9320.83 ટન શેરડી ક્રશ કરવામાં આવી હતી અને તેમાંથી 1054.09 લાખ કવીન્ટલ ખાંડ ઉત્પાદિત કરવામાં આવી હતી.ગત વર્ષની સરખામણીમાં ખાંડનું ઉત્પાદન 2.65% વધુ પણ છે.
2018-19ની સીઝનમાં 1026.84 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કરવા 8958.43 લાખ ટન શેરડીનો ભૂકો કરવામાં આવ્યો હતો.
ભુંસરેડીએ જણાવ્યું હતું કે ખાંડ મિલોમાં આશરે 15 ટકા શેરડીનો જથ્થો પૂરો થવાનો બાકી છે. તેમણે એમ પણ કહ્યું કે ખરીદ કેન્દ્રો પર લોકડાઉન અને સામાજિક અંતરનાં નિયમોનો કડક અમલ કરવામાં આવશે.