બિજનૌર: બિજનોર જિલ્લામાં કામ કરતા સુગર મજૂરોને તેમના વતન જવા માટે જિલ્લાની સુગર મિલોને આગળ આવાની સૂચના આપવામાં આવી છે. અને આ માટે બસ અને અન્ય વ્યવસ્થા સુગર મિલોએ જ કરવાની રહેશે. બિજનૌર શેરડી અધિકારીએ આ અંગે તમામ સુગર મિલોને એક સૂચના પણ પરિપત્ર બહાર પાડીને આપી છે અને જો કોઈ સુગર મિલ પોતાની મિલમાં કામ કરતા મજૂરોને તેમના હાલહવાલ પણ છોડી દેશે તો તેવી મિલ સામે કાર્યવાહી થઇ શકે છે.
બિજનૌર જિલ્લાની બધી જ 9 સુગર મિલોમાં હાલ હજુ શેરડીનું પીલાણ કામ ચાલી રહ્યું છે. જોકે શેરડીનું પીલાણ આખરી તબક્કામાં છે. હવે એક બે દિવસમાં જ સુગર મિલોના પૈડાં થંભી જવાની શરૂઆત થઇ જશે. અહીંની સુગર મિલોમાં પૂર્વીય ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા મજૂરો કામ કરી રહ્યા છે. મિલમાં કામ કરતા સુગર મજૂરોને તેમના જે તે જિલ્લા અને રાજ્યોમાં પહોંચાડવાની જવાબદારી મિલોની રહેશે અને કોઈ મિલ કામ બંધ કરશે અને મજૂરોને એમજ કાઢી મુકશે તો તે મિલની જવાબદારી રહેશે અને તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે .
જિલ્લા શેરડી અધિકારી યશપાલ સિંઘે જણાવ્યું હતું કે તમામ સુગર મિલોને મજૂરોને તેમના વતન મોકલવા માટેની વ્યવસ્થા કરવા માટેની સૂચના મિલોને આપી દેવામાં આવી છે.મજૂરોની અવગણના કોઈપણ કિમંતે સહન કરવામાં નહિ આવે તેમ યશપાલ સિંઘે જણાવ્યું હતું.