કેન્યામાં એક મહિનાની અંદર સુગર ના ભાવમાં 4% ઘટાડો થયો છે. 50 કિલો ની થેલી માટે જથ્થાબંધ ખાંડનો ભાવ SH 5,100 થી ઘટીને SH4,700 થયો છે ત્યાર બાદ એક્સ ફેક્ટરી ભાવો પચાસ કિલોની બેગ માટે SH 5,100 થી લઈને 4,100 પર આવી ગયા છે તેનો સંકેત છે કે બજારમાં સામાન્ય પુરવઠો ફરી શરૂ થયો છે ખાંડ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે બજારે કોઈ પણ ના હસ્તક્ષેપ કર્યા વિના પોતાનો સુધારો કર્યો છે તેમણે જણાવ્યું હતું કે આયાત પર પ્રતિબંધ ની ઘોષણા કર્યા પછી બજારમાં કદાચ એવા લોકો હતા કે જેવો ખાંડ નો સંગ્રહ કરી રહ્યા હતા પરંતુ જ્યારે તેઓને ખબર પડી ગઈ કે હવે ખાંડની સપ્લાય સામાન્ય થઇ રહી છે ત્યારે ખાંડનો સ્ટોક બજારમાં મૂકવાનું પસંદ કર્યું।
શુગર ડિરેક્ટરે કહ્યું હતું કે બજારમાં ખાંડની સપ્લાયમાં અણધાર્યો વિક્ષેપ થયો હતો અને ભાવ કેમ ઝડપથી વધી ગયા છે તે શોધવા તપાસ કરી રહ્યા છે કૃષિ કેબિનેટ સચિવ પીટર મુનીયા એક મહિના પહેલા ખાંડની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો અને હાલની તમામ આયાત પરમીટ પણ રદ કરી દીધી હતી