સરકારના હસ્તક્ષેપના અભાવે છેલ્લા સાત મહિનામાં છૂટક બજારમાં ખાંડની કિંમત 50 રૂપિયા પ્રતિ કિલો (PKR- પાકિસ્તાની ચલણ) સુધી વધી છે.
ડિસેમ્બરમાં પ્રતિ કિલો ખાંડની કિંમત PKR 100 હતી, જે દાણચોરીમાં કથિત વધારા વચ્ચે હવે વધીને PKR 150 થઈ ગઈ છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનમાં પ્રકાશિત સમાચાર અનુસાર, તેમના સૂત્રોએ માહિતી આપી હતી કે એવી આશંકા છે કે આ સમયગાળા દરમિયાન કોઈ નેટવર્કે હજારો ટન ખાંડની અફઘાનિસ્તાનમાં દાણચોરી કરી છે.
પાકિસ્તાનની પંજાબ સરકારે હવે પ્રાંતમાં લોટ અને ખાંડનો સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભે ચીફ સેક્રેટરીએ તાજેતરમાં ખાંડની દાણચોરી રોકવા પોલીસની સ્પેશિયલ બ્રાન્ચને મોનિટરિંગની જવાબદારી સોંપી છે. તેઓ એક બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા જેમાં લોટ અને ખાંડના ભાવને અંકુશમાં લેવા માટેની કાર્યવાહીની યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય સચિવે જણાવ્યું હતું કે સરકારી દર કરતા વધુ ભાવે લોટ અને ખાંડનું વેચાણ સ્વીકાર્ય નથી.