આદિસ અબાબા: ઈથોપિયન શુગર કોર્પોરેશનના જણાવ્યા અનુસાર ,સરકાર દ્વારા ખાંડ ઉદ્યોગ માટે કરેલા સુધારા બાદ દેશમાં ખાંડ ઉદ્યોગ અને ખાંડ ઉત્પાદનમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. ઈથોપિયન શુગર કોર્પોરેશનના જનસંપર્ક પ્રમુખ ગેસવ અચેંલુહેમે જણાવ્યું હતું કે સરકાર દ્વારા સુધાર ની પહેલ બાદ ખાંડની નવી પરિયોજનાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ખાંડનીપરિયોજના પર સુધારા ઉત્સાહજનક છે અને ઇથિયોપિયન બજેટ વર્ષમાં 3 મિલિયન કવીન્ટલ ખાંડનું ઉત્પાદન થયું છે.આ ઉત્પાદન છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ છે. છેલ્લા વર્ષમાં તો ખાંડનું ઉત્પાદનની સાથે સાથે ઈથનોલનું ઉત્પાદન પણ એક વધુ મોટી ઉપલબ્ધી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર Fincha અને Metehara શુગર ફેક્ટરી દેશની એકમાત્ર ઈથનોલ ઉત્પાદક કંપની છે અને માત્ર આ વર્ષમાં જ 14.2 મિલિયન લીટર ઈથનોલનું ઉત્પાદન કરી ચુકી છે. છેલ્લા વર્ષ કરતા ચાલુ વર્ષમાં 6 મિલિયન લીટર ઈથનોલનું ઉત્પાદન વધ્યું છે.ખાંડ મિલોનું પ્રાઇવેટાઇઝેશન કરવા અંગે પૂછવામાં આવતા ઈથોપિયન શુગર કોર્પોરેશનના જનસંપર્ક પ્રમુખ ગેસવ અચેંલુહેમે આ વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું કે સરકારે દેશમાં ચારેબાજુ સુધારા કર્યા બાદ ખાંડ મિલોના ખાનગીકરણ અંગે નિર્ણય કર્યો છે.પણ હાલ કોરોનાની પરિસ્થિતિને કારણે આ પ્રક્રિયા પાછળ રહી ગઈ છે.