મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન 106 લાખ ટનને પાર; ત્રણ શુગર મિલો હજી કાર્યરત

પુણે: મહારાષ્ટ્રમાં પીલાણ સીઝન અંતિમ તબક્કે પહોંચી ગઈ છે. 20 મે, 2021 સુધી રાજ્યમાં 187 શુગર મિલો બંધ કરી દેવામાં આવી છે. 03 સુગર મિલો દ્વારા ક્રશિંગ કામગીરી હજુ પણ ચાલુ છે.

ખાંડના કમિશનરેટે જાહેર કરેલા આંકડા મુજબ, 20 મે, 2021 સુધી, પિલાણ સિઝનમાં 190 ખાંડ મિલોએ ભાગ લીધો હતો. રાજ્યમાં 1012.29 લાખ ટન શેરડીનું પિલાણ થયું છે અને 1062.56 લાખ ક્વિન્ટલ ખાંડ (106.25 લાખ ટન) નું ઉત્પાદન કર્યું છે. રાજ્યમાં ખાંડની સરેરાશ રીકવરી 10.50 ટકા છે.

શુગર કમિશનરેટે જાહેર કરેલા અહેવાલ મુજબ, સોલાપુર વિભાગમાં 43 શુગર મિલો બંધ કરી દેવામાં આવી છે. જ્યારે કોલ્હાપુર વિભાગની 37 શુગર મિલો બંધ કરાઈ છે. નાંદેડ વિભાગમાં 26 શુગર મિલો બંધ છે. પુણે વિભાગે 31 મિલો બંધ કરી દીધી છે. જ્યારે અહમદનગરમાં 25 શુગર મિલો, ઓરંગાબાદમાં 20 શુગર મિલો અને અમરાવતીની 2 મિલો બંધ કરાઈ છે. નાગપુરમાં ત્રણ ખાંડ મિલો પણ બંધ થઈ ગઈ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here