ખાંડનું ઉત્પાદન 314.5 લાખ ટન રહેવાનો અંદાજ : ISMA

ખાંડ મિલોના સંગઠન ISMAએ સપ્ટેમ્બરમાં સમાપ્ત થતા માર્કેટિંગ વર્ષ 2021-22 માટે ભારતના ખાંડ ઉત્પાદનનો અંદાજ ત્રણ ટકા વધારીને 314.5 મિલિયન ટન કર્યો છે, જે અગાઉ 305 લાખ ટન હતો. વર્ષ 2020-21ની પિલાણ સિઝનમાં 311.8 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું.

ઇન્ડિયન સુગર મિલ્સ અસોસિએશન (ISMA) એ સોમવારે તેનો બીજો એડવાન્સ અંદાજ બહાર પાડ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે દેશમાં 2021-22 સીઝન દરમિયાન 314.50 લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાની ધારણા છે. ખાંડનું માર્કેટિંગ વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. ISMAએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે શેરડીના રસ/સિરપ અથવા બી-હેવી મોલાસીસના ઇથેનોલ ઉત્પાદન માટે વપરાશમાં લેવાયેલી 34 લાખ ટન ખાંડ ઉમેર્યા બાદ આ આંકડો છે. માંગના મોરચે, ISMAએ જણાવ્યું હતું કે આ માર્કેટિંગ વર્ષમાં ઓક્ટોબર-ડિસેમ્બર 2021 દરમિયાન ખાંડ મિલોએ 69.06 લાખ ટનનું વેચાણ કર્યું છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાના વેચાણ કરતાં લગભગ 1.5 લાખ ટન વધુ છે.

ખાંડની માંગ વધવાની સાથે, ISMAનો અંદાજ છે કે વર્ષ 2021-22માં ખાંડનો સ્થાનિક વપરાશ આશરે 27 મિલિયન ટન રહેશે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન ખાંડની નિકાસ વધીને 16.23 લાખ ટન થઈ છે જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં 4.49 લાખ ટન હતી. જાન્યુઆરી 2022 માં આઠ લાખ ટન ખાંડની નિકાસ સાથે, આ માર્કેટિંગ વર્ષના પ્રથમ ચાર મહિનામાં કુલ નિકાસ 2.4 મિલિયન ટનને વટાવી જવાની ધારણા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here