ખાંડના સૌથો મોટા ઉત્પાદક રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ ખાંડની ડિમાન્ડમાં ભારે ઘટાડો આવી જતા ખાંડના ભાવ ગગડ્યા છે. કોરોનાવાઇરસઓ પ્રસાર રોકવા માટે ઉત્તર પ્રદેશમાં ભારે લોકડાઉન હોવાને કારણે રાજ્યમાં ખાંડનું વેંચાણ ઘટી જવા પામ્યું છે.
ખાંડની ડિમાન્ડમાં જે ઘટાડો આવ્યો છે તેની પાછળ મુખ્ય કારણ હોટેલ,રેસ્ટોરાં બંધ,મીઠાઈની દુકાનો બંધ તેમજ શરબત અને ઠંડા પીણાંની તેમજ ચાની દુકાનો બંધ હોવાનું માનવામાં આવે છે.
UPSMAના જણાવ્યા અનુસાર ખાંડના ઓછા વેંચાણને કારણે શેરડીના ખેડૂતોને નાણાં ચૂકવા માટે સુગર મિલો સામે એક મોટી ચેલેન્જ આવી ગઈ છે. કારણ કે શેરડી પેટે જે રકમ ચુકવવાની છે તે આંકડો હવે 14,000 કરોડને પાર પહોંચ્યો છે.
UPSMA ના અધ્યક્ષ સીબી પટોડીયાએ જણાવ્યું હતું શેરડીના ખેડૂતોના બાકી નીકળતા નાણાં ચૂકવી દેવાનું બહુ જ મુશ્કેલ કામ થઇ ગયું છે ત્યારે સુગર મિલોએ સરકાર પાસે રાહત પેકેજની માંગ કરી છે.
હોળીના ત્યોહાર બાદ રાજ્યમાં ખાંડનું વેંચાણ વધશે તેવી આશા રાખવામાં આવી રહી હતી જ કારણકે ગરમીની સીઝનમાં જ્યુસ ઠંડા પીણાં,લીંબુ શરબત અને આઈસ ક્રીમની ડિમાન્ડ વધતી હોઈ છે પણ કોરોનાવાઇરસની બીમારીમાં આ ઉદ્યોગને તબાહ કરી દીધો છે.
ઉત્તર પ્રદેશમાં કુલ 119 સુગર મિલો છે જેમાં 30 એપ્રિલ સુધી 44 મિલોએ પીલાણની કામગીરી બંધ કરી દીધી છે જયારે 75 મિલોમાં હજુ પણ ક્રશિંગની કામગીરી ચાલુ છે.