મુઝફ્ફરનગરમાં ખાંડ ભરેલી ટ્રકની ચોરી, એક વ્યક્તિની ધરપકડ

મુઝફ્ફરનગર: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના બુઢાના વિસ્તારમાંથી ખાંડ ભરેલી ટ્રકની કથિત રીતે ચોરી કરવાના આરોપમાં એક ચોરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 8 લાખ 20 હજારની કિંમતનો ચોરાયેલો સામાન રિકવર કર્યો છે. જોકે થઇ ગયા હતા.જોકે ત્રણ સાગરિતો ફરાર થઇ ગયા હતા.

આ ટોળકીએ 21 અને 22 ઓગસ્ટની રાત્રે બુઢાણા પોલીસ સ્ટેશન વિસ્તારના મંદવારા રોડ પર પાર્ક કરેલી ટ્રકની કથિત રીતે ચોરી કરી હતી.

ખાંડનો માલ લઈ જતી ટ્રક બુઢાણા અને શાહપુરના વેપારીઓને પહોંચાડવાની હતી. ટ્રક ચાલકે તેને એક ઘરની બહાર પાર્ક કરી અને રાત્રે સૂવા માટે અંદર ગયો. દરમિયાન ટોળકી માલસામાન સાથે ટ્રક લઈને ભાગી ગઈ હતી. ટ્રક માલિક તહસીનની ફરિયાદ પર અજાણ્યા બદમાશો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

પોલીસે શાદાબની ખાંડ ભરેલી ટ્રકની ચોરી કરવા બદલ ધરપકડ કરી છે. આરોપીઓના કબજામાંથી ચોરાયેલી ટ્રક અને ખાંડની 410 થેલીઓ મળી આવી હતી. આ ઉપરાંત આરોપીઓ પાસેથી એક પિસ્તોલ અને એક જીવતો કારતૂસ મળી આવ્યો હતો.

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓએ બાગપતના આસારા ગામના રહેવાસી સાકિબ અને ફરમાન સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ બે ફરાર આરોપીઓની શોધમાં સંબંધિત સ્થળોએ દરોડા પાડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here