થોડા વર્ષો પેહેલા જો તમે પશ્ચિમ ઉત્તર પ્રદેશના રસ્તાઓની બાજુમાંથી પસાર થતા હોવ તો તમને શિયાળામાં ઘઉં અને માસ્ટરડના પાક જોવા મળે અને ઉનાળામાં શેરડીથી લહેરાતા પાક જોવા મળે પણ આજની વાત કરીયે તો ઉત્તર પ્રદેશના મોટા ભાગના ખેતરોમાં તમને શેરડીના પાક જ જોવા મળે છે અને તેમાં પણ આ વર્ષે વરસાદની સ્થિતિ પણ સારી રહી છે અને આશા રાખવામાં આવી રહી છે કે આ વર્ષે રેકોર્ડ બ્રેકીંગ શેરડીનું ઉત્પાદન થશે અને સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા પણ પ્રોક્યુરમેન્ટ કિમંત 275 રૂપિયા પ્રતિ કવીન્ટલ કરી નાંખી છે અને તેને કારણે ગત વર્ષની સરખામણીમાં 20 રૂપિયાનો વધારો જોવા મળશે
પણ તેમ છતાં દિલ્હીથી દૂર અને બાગપત નજીક આવેલી મંદીમાં કોઈ ખાસ સારા ચીયરફુલ દ્રશ્યો દેખાતા નથી.બલ્કે 40 વર્ષીય ખેડૂત સંજય કુમાર કહે છે કે અમારા ખેતરો આટલા સારા ક્યારેય લાગ્યા ન હતા પણ તેમ છતાં એક છૂપો ડર સતાવી રહ્યો છે અને તે ડર એ છે કે અમારી શેરડી મિલ માલિકો કેટલી માત્રામાં ખરીદ કરશે અને અમને શું કિમંત ચુકવશે
સંજય કુમાર કહે છે કે બાગપત મિલ પાસેથી મારે ગત વર્ષના દોઢ લાખ રૂપિયા લેવાના છે. મંદીના હોલમાં લગભગ 20 જેટલા ખેડૂતો ભેગા થયા હતા અને એ લોકોની ચર્ચાઉં થઇ છે જેમાં બાગપત મિલ પાસેથી ખેડૂતને કેટલા રૂપિયા લેવાના બાકી છે અને જે ફાઇનલ ફિગર આવે છે તે ફિગર 45 લાખે પહોંચે છે.હુક્કા પી રહેલા ભાવનાર સિંહ તો કહે છે કે બાગપત મિલ અને લોકલ મિલોને પંચાયતમાં પણ બે કરોડ રૂપિયા ભરવાના બાકી છે બાગપત મીરૂટ રોડ પાર આવેલી મિલોની કૈક આવી જ કહાની છે.એક બાજુથી શેરડીનો બમ્પર ક્રોપ અને બીજી ખેડૂતોને ચુકવણા નાણાં જે હજુ પણ બાકી છે
અહીંના ખેડૂતો કોઈ એક તારીખ જે જિંદગીમાં નહિ ભૂલે તે તારીખ માર્ચ 7 છે કારણ કે આ આવર્ષની છેલ્લી તારીખ હતી કે જયારે મિલ દ્વારા ચુકવણી કરવામાં આવી હતી અને અન્ય એક તારીખ મેં 13 હતી કે જે દિવસે મિલો દ્વારા ખેડૂતો પાસેથી અંતિમ ખરીદી કરવામાં આવી હતી.ઓમપ્રકાશ નામના ખેડૂત કહે છે કે તે દિવસ બાદ અમારે શેરડી કોઈ લોકલ ટ્રેડરને વેંચવી પડી હતી ઉત્તર પ્રદેશ સરકારના કહેવા મુજબ 1177 કરોડ રૂપિયા ખેડતૂતોને હજુ પણ કોઓપરેટીવ મિલ દ્વારા ચુકવણા બાકી છે જયારે પ્રાઇવેટ મિલ દ્વારા ન ચૂકવાયેલી રકમનો આંકડો 9406 કરોડ સુધી પહોંચી ગયો છે
ભારે વિરોધ અને બાય પોળમાં ભાજપની હાર બાદ વડા પ્રધાને જૂન મહિનામાં 7000 કરોડનું પેકેજની ઘોષણા કરી હતી પરંતુ તેની કોઈ મોટી ઈમ્પૅક્ટ પડી ન હોવાનું પણ જાણવા મળે છે કારણ કે તે રકમમાંથી 4400 કરોડનું તો ઈથનોલના વિસ્તાર માટે વપરાશે
બલ્કે મીરૂટ શહેરમાં ખેડૂત સંજીવ ગુર્જર તો કહે છે કે બીજેપીના કેટલાક લોકો અમને મૂર્ખ બનાવતા હતા અને કહેતા હતા કે 7000 કરોડનું પેકેજ ખેડૂતોને બાકી નીકળતા નાણાં માટે જ વપરાશે અને હવે તેઓ કહે છે કે મોટા ભાગની રકમ ઈથનોલ ની વિસ્તારીકરની યોજના માટે વપરાશે અને માત્ર ભગવાન જાણે છે કે આ ઈથનોલના પ્લાન ક્યારે બનશે, અમે એક પાકથી બીજા પાક પાર જીવીએ છીએ નહિ કે સરકારના પ્રોમિસ પર
જોકે ઉત્તર પ્રદેશ સરકારના કૃષિ મંત્રી સુરેશ રાણા કહે છે કે ખેડૂતોની બાકી રકમ ટૂંક સમયમાં જ ચૂકવાઈ જશે સરકાર પણ પ્રયત્નશીલ છે અને શેરડીને બદલે ઈથનોલ તરફ વાળવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે ખેડૂતોને જ લાબદાયી બનશે। બંને સરકાર દ્વારા પણ ખેડૂતોને બાકી રહેલી ક્રશિંગ સીઝન શરુ થઇ તે પેહેલા જ ચૂકવી દેવાની વાત કરવામાં આવી છે જોકે ભારતઈ ક્રિએશન સંઘના યુદ્ધવીર સિંહ તો કહે છે કે જે 7000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં અંતે ખેડૂતોના ભાગે તો માત્ર 43 કરોડ જ આવે છે જયારે બાકીના નાણાં તો સ્કીમના નામે સુગર મિલ માલિકોના ખિસ્સામાં જશે
વર્તમાન પરિસ્થિતિની અસર હવે લોકલ લીડર ઉપર પણ પાડવા મંડી છે અને બીજેપીના સ્થાનિક નેતાઓ પણ કહે છે કે પરિસ્થિતિ નૌકુલ નથી ત્યારે સરકારે પણ કદમ આગળ આવું પડશે અથવા પરિસ્થિયની લાખ અન્ય પક્ષને પણ મળી શકે છે.પાર્ટીએ કેટલાક નિર્ણયો જાહેર કાર્ય છે પણ તેની ઈમ્પૅક્ટ હજુ સુધી ખેડૂતોને ખુશ કરી દે તેવી નથી બલ્કે હવે ક્યારે નેતા મત માંગવા જશે ત્યારે અનેક પ્રશ્નો જવાબ પણ આપવા પડશે
ઇસ્માના ડિરેક્ટર જનરલ અબીનાશ વર્મા કહે છે કે મિલોને પ્રતિ કિલો ખાંડનો ભાવ 36 સુધી પહોંચે અને વર્તમાન પ્રાઇસ 32 છે એટલે કે પ્રતિ કિલોએ ચાર રૂપિયાની નુકશાની સહન કરાવી પડે છે અને તેને કારણે ખેડૂતોને નાણાં આપી શકતા નથી અને ઇસ્માએ તો સરકારને પણ વિનંતી કરી છે અને પ્રતિ કિલો ભાવ 36 સુધી કરવા જણાવ્યું છે અને જો એવું નહિ તો ખેડૂતોને દેવાની રકમનો આંકડો 50000 કરોડ સુધી પહોંચે તેમ છે