કોઇમ્બતુર:
કોઇમ્બતુર ખાતે યોજાયેલા કિસાન સમૃદ્ધિ મેલા દરમિયાન શેરડીનો પાક લેતા ખેડૂતોને વધુ પાક લેવા માટે નવી ટેક્નોલોજી અપનાવા માટે સમજાવામાં આવ્યા હતા અને સાથોસાથ ઉપલબ્ધ બનતી નવી વેરાયટીની માહિતી પણ આપવામાં આવી હતી.
અહીં ઉપસ્થિત રહેલા વિવિધ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે હવે કળીઓને બદલે બીજ વાવેતરથી શેરડીનો પાક લેવાનો સમય આવીગયો છે અને તેને કારણે શેરડીનું ઉત્પાદન અને ગુણવત્તા બંનેમાં ભારે સુધારો આવી શકશે.
સુગરકેન બ્રીડીંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વૈજ્ઞાનિક તરીકે ફરાઝ બજાવતા રજુલ સાંથીએ જણાવ્યું હતું કે અમે મુખ્ય રીતે શેરડી પકવતા ખેડૂતોને હવે કળીઓને બદલે બીજનું રોપણ કરવાની સલાહ આપીએ છીએ.તેમને જણાવ્યું હતું કે કળી દ્વારા એક શેરડીનો સાંઠો થઇ શકે છે જયારે બીજ દ્વારા વાવેતર કરવાથી તેની અનેક ડાળીઓ ફૂટે છે અને તેટલા શેરડીના ગાંઠા વધુ થવાની શક્યતા છે. આ પધ્ધતિથી શેરડીનો વધુ પાક પણ આસાનીથી વધુ લઇ શકાશે.
સરકાર દ્વારા પણ બીજ દ્વારા શેરડીની ખેતીને પ્રોત્સાહિત કરવા માટે સબસીડી આપવાનું પણ ચાલુ કર્યું છે.સરકાર દ્વારા ચાલતી આ સ્કીમના ડેપ્યુટી ડિરેક્ટરના કહેવા મુજબ હાલ સરકાર હેક્ટર દીઠ 11,250 રૂપિયાની સબસીડી આપે છે. જેમાંથી અર્ધા ઉપરની જમીનમાં બીજ દ્વારા વાવેતર એરિયા કવર કરી શકાશે. આ બીજ માત્ર 5 ફિટ બાય 2 ફિટમાં આસાનીથી વાવી શકાય છે. આ પદ્ધતિથી શેરડીની ખેતી કરવાથી શેરડીનો પાક 12 મહિનાને બદલે 11 મહિનામાં જ લઇ શકાય છે.
કોઈમ્બતૂરમાં ચાલી રહેલા કિસાન સમૃદ્ધિ મેળામાં હાલ શેરડીની નવી જાત પણ મુકવામાં આવી છે. જેમાં CO 86032 અને CO 212 જાત સામેલ છે.આ નવી વેરાઈટી દ્વારા શેડીની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થઇ છે અને ખેડૂતોને અંદાઝે 9% જેટલો ફાયદો પણ થઇ છે. પરંતુ હજુ પણ ખેડૂતો આ નવી જાત નું વાવેતર કરતા અચકાઈ છે તેમ ડેપ્યુટી ડિરેક્ટરે જણાવ્યું હતું.
શેરડીની ખેતીમાંથી વધારાની એડેડ વેલ્યુ પ્રોડકટ અંગે પણ અહીં માહિતી આપવામાં આવી હતી જેથી ખેડૂતોને સાઈડમાં એક વધારાની આવક પણ ઉભી થઇ શકે અને ખાંડ મિલ પર હમેંશા માટે નિર્ભર પણ ન રહેવું પડે.અહીં પ્રસ્તુત કરાયેલા વિવિધ સ્ટોલમાં જેગરી,લીકવીડ જેગરી,જેગરીથી બનાવેલી મીઠાઈ અને સ્નેક્સ પણ સામેલ છે.ઉપરાંત શેરડીમાંથી બનાવેલી કેટલીક હેન્ડીક્રાફ્ટ આઇટમો પણ અહીં પ્રસ્તુત કરવામાં આવી હતી.