ગોવાના મુખ્ય મંત્રી પ્રમોદ સાવંતે ધારબંદોરા સ્થિત અને આસપાસના શેરડીના ખેડૂતો સાથે મિટિંગ કરવાની ખાતરી આપ્યા બાદ આજથી સંજીવની સુગર મિલના ધરણા ખેડૂતોએ ટેમ્પરરી સ્થગિત રાખવાની જાહેરાત કરી છે.અહીંના ખેડૂતોને પોતાની શેરડીના 75% રકમ મળી જશે તેવી ખાતરી ખુદ મુખ્ય મંત્રીએ આપી હતી પણ ખેડૂતોને માત્ર 355 રકમ જ મળતા ખેડૂતો વિરોધ પ્રદર્શન કરવાના હતા.
ગોવા સુગરકેન કલ્ટીવેટર્સ એસોસિયેશનના પ્રમુખ હર્ષદ પ્રભુ દેસાઈએ જણાવ્યું હતું કે અમને કોઓપરેટીવ સોસાયટીના રજિસ્ટારનો પત્ર મળ્યો છે.અને શુક્રવારે મૂકી મંત્રી મળવા માટે તૈયાર છે જેમાં અમારી માંગ અને અમારા ઇસ્યુ પર ચર્ચા કરવામાં આવશે.