કુરુક્ષેત્ર: ભારતીય કિસાન સંઘના બેનર હેઠળ હરિયાણા શેરડીના ખેડૂતોએ સરકારને શેરડીના ભાવમાં વધારો નહિ કરે તો રાજ્યની તમામ ખાંડ મિલોને તાળાબંધી કરવાની ચીમકી આપી છે. તેઓએ સરકાર પર ખેડૂત વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલમાં માત્ર 30 રૂપિયા વધારો કરાયો હતો.
ભારતીય કિસાન સંઘના હરિયાણા એકમના પ્રવક્તા રણદિપસિંહ આર્યએ જણાવ્યું હતું કે, “સરકારનું લક્ષ્ય 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું છે પરંતુ હકીકતમાં તેની નીતિઓ ખેડૂતોની વિરુદ્ધ છે. છેલ્લા એક વર્ષથી અમે આ મુદ્દો મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પાસે લઈ રહ્યા છીએ,પરંતુ તેમણે તેમાં ઓછામાં ઓછું રસ દાખવ્યો છે. ”
“20 ડિસેમ્બરે, અમે કરનાલ ખાતે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે અને મુખ્યમંત્રી જ્યાં જાય ત્યાં કાળા ઝંડા બતાવીશું. જો ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂ. 30 નો વધારો કરવામાં નહીં આવે તો અમે રાજ્યની તમામ 14 સુગર મિલો પર વિરોધ પ્રદર્શન કરીશું, અને 5 જાન્યુઆરીથી અમે તમામ મિલોને તાળાબંધી કરીશું, ”એમ તેમણે વધુમાં ઉમેર્યું.