કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ બુધવારે બજેટને લઈને નિશાન સાધતા કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ રાજ્યના બજેટમાં ખેડુતોને લગતા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું નથી.ગઈકાલે યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર કહ્યું, ”ઉત્તર પ્રદેશનું બજેટ આવી ગયું છે. ખેડુતોનાં રખડતાં પશુઓની સમસ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.ખેડૂતોને શેરડીની ચુકવણીનો મુદ્દો બજેટમાંથી ગાયબ છે.ખેડૂતોના પાકના બગાડના વળતરનો મુદ્દો પણ ગાયબ છે.ખેડૂતોને પાકના ભાવની સમસ્યા પણ બજેટમાં જણાવેલ નથી. ” કોંગ્રેસ નેતાએ એક વીડિયો પણ શેર કર્યો જેમાં ખેડુતો તેમની અગ્નિપરીક્ષાઓ વર્ણવી રહ્યા છે.
1:55 મિનિટ લાંબી ક્લિપમાં પ્રિયંકાએ વોઇસ ઓવર પણ કર્યો હતો અને દાવો કર્યો હતો કે ખેડૂતો ઊંડી મુશ્કેલીમાં છે.રાત્રિ દરમિયાન પ્રાણીઓ તેમના ખેતરોમાં ઘુસી જતા તેઓ રાત્રે સૂઈ શકતા નથી. તપાસ પણ આ જ રીતે હાથ ધરવામાં આવવી જોઇએ.”
માત્ર પ્રિયંકા ગાંધી જ નહિ વિરોધ પક્ષના નેતાએ પણ બજેટને વખોડી કાઢ્યું હતું . ગઈકાલે ઉત્તર પ્રદેશ વિધાનસભાના વિપક્ષી નેતા અને સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોવિંદ ચૌધરીએ પણ રાજ્ય સરકાર દ્વારા લાવેલા બજેટને ગરીબ,વિદ્યાર્થી વિરોધી અને ખેડૂત વિરોધી ગણાવ્યું હતું.
યોગી આદિત્યનાથ સરકારે મંગળવારે નાણાકીય વર્ષ 2020-21 માટે રૂ. 5,12,860.72 કરોડનું બજેટ રજૂ કર્યું હતું.
આ વર્ષના બજેટની રકમ અગાઉના નાણાકીય વર્ષ 2019-20 કરતા 33,159 કરોડ રૂપિયા વધારે હતી.