સાંગલી: સ્વાભિમાનીશેતકરી સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજુ શેટ્ટીએ તાત્કાલિક કૃષિ બીલો રદ કરવાની માંગ સાથે સાંગલી-કોલ્હાપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ‘રાસ્તારોકો’ આંદોલન કર્યું હતું. પૂર્વ સાંસદ શેટ્ટીની આગેવાની હેઠળના ‘ સ્વાભિમાની શેતકરી સંગઠનના કાર્યકરો અને ખેડુતોએ ગુરુવારે સાંગલી-કોલ્હાપુર હાઇવે પર રાસ્તા રોકો આંદોલન કર્યું હતું અને બંને બાજુના તમામ ટ્રાફિક માર્ગો બંધ કર્યા હતા.
તાજેતરમાં સંસદમાં કૃષિ બિલ પસાર થવાના વિરોધમાં આંદોલનકારીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. શેટ્ટીએ કહ્યું કે, દેશભરમાં ખેડૂત સંગઠનો ત્રણ કૃષિ બીલોનો વિરોધ કરી રહ્યા છે, સરકારે કૃષિ બીલોને મંજૂરી આપીને ખેડૂતોનું સારું પ્રદર્શન કર્યું નથી.