તમિલનાડુના ધર્મપુરીમાં શેરડીનું વાવેતર ઘટ્યું; શેરડીના મજૂરોની અછતથી ખેડૂતો પરેશાન

ધર્મપુરી: જિલ્લાના શેરડી પકવતા ખેડૂતો મજૂરોની અછતનો સામનો કરી રહ્યા છે. ઘણા ખેડૂતોએ જણાવ્યું હતું કે મજૂરોની અછતને કારણે તેઓ શેરડીની કાપણીમાં વિલંબ કરશે, જેના કારણે રસની ગુણવત્તામાં ઘટાડો થશે, જેની સીધી અસર તેમની આવક પર પડશે. જિલ્લામાં પહેલેથી જ શેરડીનું વાવેતર ઘટી રહ્યું છે. 2011માં 7,000 હેક્ટરમાં શેરડીનું વાવેતર થતું હતું, પરંતુ હવે તે ઘટીને 3000 હેક્ટર જેટલું થઈ ગયું છે. વરસાદ અને મજૂરોની અછતને કારણે જિલ્લામાં શેરડીનો વાવેતર વિસ્તાર સતત ઘટી રહ્યો છે.

ધ ન્યૂ ઈન્ડિયનમાં છપાયેલા સમાચાર અનુસાર, ખેડૂતોએ કહ્યું કે, લાંબા સમય બાદ છેલ્લા બે વર્ષમાં પૂરતો વરસાદ થયો છે, જેણે અમને શેરડીની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. પરંતુ હવે કામદારો શેરડીની કાપણી માટે વધુ નાણાંની માંગ કરી રહ્યા છે, જેથી ઘણા ખેડૂતોએ હજુ સુધી શેરડીની કાપણી કરી નથી. હવે કેટલીક શેરડીમાં ફૂલ આવવા લાગ્યા છે, જેના કારણે પિલાણ સમયે ઉપજમાં ઘટાડો થશે. હાલમાં, ખેડૂતોને મિલોમાંથી પ્રતિ ટન રૂ. 3,000થી વધુ મળે છે. પરંતુ તેમાંથી ટ્રાન્સપોર્ટ અને લેબર ચાર્જ ચૂકવવામાં આવે છે ત્યારે ખેડૂતોના હાથમાં કશું જ રહેતું નથી. ધર્મપુરીમાં શેરડીનું વાવેતર ઓછું થવાનું આ પણ એક કારણ છે. ઘણા ખેડૂતો પલકોડમાં સહકારી ખાંડ મિલ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here