ચેન્નાઈ: તમિલનાડુમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને મુખ્ય પક્ષો દ્વારા ચૂંટણી મેનીફેસ્ટોમાં મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ડીએમકેએ કહ્યું હતું કે તે તમિળનાડુ વિધાનસભામાં ઠરાવ પાસ કરીને કેન્દ્રને ત્રણેય ફાર્મ કાયદાને પાછો ખેંચવાની વિનંતી કરશે. DMK એક અલગ કૃષિ બજેટ પણ રજૂ કરશે.
DMK ના અધ્યક્ષ એમ. કે. સ્ટાલિન દ્વારા જાહેર કરાયેલા મેનીફેસ્ટોમાં જણાવ્યું છે કે, “ડાંગર માટે લઘુતમ ટેકાના ભાવ [એમએસપી] પ્રતિ ક્વિન્ટલ 2,000 થી વધારીને 2500 કરશે અને ટન દીઠ શેરડી માટે 4,000 રૂપિયા નક્કી કરવામાં આવશે.”
પક્ષના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકાર ખેડૂતના ત્રણ મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ ગઈ છે જે ત્રણ ખેતીના કાયદા સામે આંદોલન કરી રહ્યા છે. આ કાયદાઓનો વિરોધ કરતા ડીએમકે રાજ્ય વિધાનસભામાં ઠરાવ પસાર કરશે. પાર્ટીએ કહ્યું હતું કે તે એક અલગ કૃષિ બજેટ પણ રજૂ કરશે.