ટાન્ઝાનિયામાં ખાંડનું ઉત્પાદન 16% વધ્યુ

ટાન્ઝાનિયામાં આ વર્ષે ખાંડનું ઉત્પાદનમાં 16% જેવો વધારો નોંધાયો છે.ખંડના ઉત્પાદકો દ્વારા ગયા વર્ષનો જે ગેપ હતો તેની ભરપાઈ આ વર્ષે કરવામાં આવી છે તેમ સરકારે જણાવ્યું હતું.

કૃષિ વિભાગના ડેપ્યુટી મિનિસ્ટર ઓમરી મુગુમ્બાએ નેશનલ એસેમ્બલીને જણાવ્યું હતું કે 2017-18માં ખાંડનું ઉત્પાદન 307,431,26 ટન હતું જે વધીને 2018-19 માં 359,219,25 ટન થવા પામ્યું છે.

આઉત્પાદન વધવા પાછળનું એક કારણ એ પણ છે કે ટ્રેડરોને બદલે આ વખતે મેન્યુફેકટર ને સુગર ઈમ્પોર્ટ કરવાની પરવાનગી આપી હતી.

આ વર્ષે ટાન્ઝાનિયામાં શેરડીનું ઉત્પાદન પણ વિપુલ પ્રમાણમાં વધ્યું છે.2017-18માં શેરડીનું ઉત્પાદન 568.083 ટન હતું જે 2018-19માં વધીને 708.460 ટન થવા પામ્યું છે તેમ મિનિસ્ટર મુગુમ્બાએ જણાવ્યું હતું.

તેમને એક પ્રશ્ન જવાબમાં જણાવ્યું હતું કે મેન્યુફેકચરોને સુગર ઈમ્પોર્ટ કરવાની પરવાનગી આપવાથી અહીંના શેરડી ઉત્પાદકોને કોઈ અસર નહિ થાય અને ચાલુ વર્ષે ઉત્પાદન પણ વધ્યું છે અને જણાવ્યું હતું કે બધાની અવાક વધી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here