ભારતની સ્ટીલની સૌથી વિશ્વાસપાત્ર કંપની ટાટા સ્ટીલે સોમવારે પોતાના દક્ષિણ વેલ્સમાં ન્યુ પોર્ટ સ્થિત સ્ટીલ પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે.આ નિર્ણયથી બ્રિટનમાં 400 લોકોની નોકરી જતી રહેશે. તદુપરાંત કંપની વોલ્વરહેપ્ટન સ્થિત પોતાનું સ્ટીલ સેન્ટર પણ બંધ કરી દેશે અને અહીં પણ લગભગ 26 લોકોની નોકરી છીનવાઈ જશે.
ટાટા સ્ટીલે જણાવ્યું હતું કે તેઓએ કેનેડા અને સ્વિડનમાં સંયંત્રના વેચાણ માટેના કરાર પણ કરી લીધા છે અને બધા રસ્તા જોઈ લીધા પછી આ નિર્ણય કરવામાં આવ્યો છે.ટાટા સ્ટીલના યુરોપના મુખ્ય અધિકારી હેનરિક એડમેં જણાવ્યું હતું કે ઓરબે ઇલેક્ટ્રિકલ સ્ટીલ ને ભારે નુકશાન જઈ રહ્યું છે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે યુરોપમાં સ્ટીલ ઉદ્યોગ મુશ્કેલ સમય માંથી પસાર થઇ રહ્યો છે અને ઓરબે ઇલેક્ટ્રિકલ સ્ટીલ હવે નફો કરી શકે તેવું લાગતું નથી મને ખબર છે કે આ ખબર બહુજ દુઃખી કરી દેનારી છે પણ હું બધાને સમર્થન કરવાની કોશિશ કરીશ.
દરમિયાન ટાટા સ્ટીલે જાહેર કર્યું છે કે તેમની કંપની કોજેન્ટ પાવર ઇન્ક માટે જાપાનની કંપની સાથે વેચાણ માટે વાટાઘાટો ચાલી રહી છે જોકે ટાટા સ્ટીલ તરફથી હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.અહીં પણ 300 લોકો જોડાયેલા છે.