મોદી સારેકાર છેલ્લા કેટલાક સમયથી ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂંકવાની કોશિશ કરી રહી છે અને તેના ભાગ રૂપે જ કેન્દ્ર સરકાર હવે ઉદ્યોગને 4000થી 5000 કરોડ દેવા જઈ રહી છે.
નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા GST જે મોટા ભાગની કંપનીઓ સામે વસુલવામાં આવ્યા હતા તે હવે પાછા દેવાની જાહેરાત કરવામાં આવી છે.નાણાં મંત્રી દ્વારા લઘુ ઉદ્યોગને હજુ એક મહિનાની મેહતલ આપી છે.જે સમય દરમિયાન ટેક્સમાં છૂટ આપવામાં આવી છે જેથી તેઓ પોતાની સ્થિતિ સુધારી શકે.
સરકારના આ નિર્ણયથી કંપનીઓ માટે એક સારા સમાચાર તરીકે જોઈ રહી છે.અને સરકારે જે પેહેલ કરી છે તેમાં મોટા ભાગનો લાભ આ લઘુ ઉદ્યોગ ધરાવતી કંપનીઓ થવા જઈ રહ્યો છે.દરમિયાન ઈન્ક્મ ટેક્સ વિભાગે પણ શનિવારે જાહેરાત કરી હતી કે કંપનીઓ પર જે સરચાર્જ લગાવામાં આવ્યો હતો તે પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે સરકારની આ નવી પેહેલથી લીકવીડિટીનો પ્રશ્ન પણ ઉકેલાઈ જશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે જલ્દીથી બેંકોને 70000 કરોડ રૂપિયા આપશે જેથી બેંકો પણ કર્જ આસાનીથી આપી શકશે કેન્દ્ર સરકાર GST નું રીફન્ડ પણ 60 દિવસની અંદર આપી દેશે.