હૈદરાબાદ માં એક મહિલા વેટનેરી ડોક્ટરના ગેંગરેપ અને હત્યાના આરોપીઓએ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવતાં પીડિતાના પિતાએ ખુશી વ્યક્ત કરી હતી. પીડિતાએ કહ્યું કે હવે તેમની પુત્રીની આત્માને શાંતિ મળી છે. પીડિતાના પિતાએ કહ્યું, ‘મારી પુત્રીને ગયાના 10 દિવસ વિતી ગયા છે. હું પોલીસ અને સરકારને તેના માટે આભાર વ્યક્ત કરું છું. મારી પુત્રીની આત્માને હવે જરૂર શાંતિ મળી હશે.
આજે સવારે શાદનગર પાસે મુઠભેડમાં એક યુવા મહિલા વેટેનરી ડોક્ટરના ગેંગરેપ અને મર્ડરના તમામ આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. આરોપીઓને ત્યારે ઠાર મારવામાં આવ્યા, જ્યારે તેમણે હૈદરાબાદથી લગભગ 50 કિલોમીટર દૂર શાદનગરની પાસે ચટનપલ્લીથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ચારેય આરોપીને તે સ્થળે મુઠભેડમાં ઠાર મારવામાં આવ્યા જ્યાં તેમણે 27 નવેમ્બરની રાત્રે પીડિતા સાથે હૈદરાબાદના બહારી વિસ્તાર શમશાબાદ પાસે સામૂહિક બળાત્કાર ગુજારી અને તેમની હત્યા કર્યા બાદ તેની લાશને સળગાવીને ફેંકી દીધી હતી.
તપાસના ભાગરૂપે ક્રાઇમ સીન રિક્રિએટ કરવા માટે આરોપીઓને ઘટનાસ્થળે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં આરોપીએ ભાગવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ પોલીસે તેમને મુઠભેડમાં ઠાર માર્યા હતા. યુવા ડોક્ટર સાથે થયેલી દર્દનાક ઘટના બાદ દેશભરમાં ગુસાની લહેર જોવા મળી હતી અને અપરાધીઓને તાત્કાલિક મોતની સજા આપવાની માંગ કરી હતી.