ચાલુ વર્ષે સૂકા હવામાનને કારણે થાઈલેન્ડમાં ખાંડના ઉત્પાદનમાં 4% સુધીનો ઘટાડો જોવા મળી શકે છે તેમ થાઈ સુગર મિલ્સ એસોસિયેશનના ડિરેક્ટર જનરલ રંગસીટ હિયાનગ્રાટએ જણાવ્યું હતું। તેમને વધુમાં જણાવ્યું હતું કે ભારત અને થાઈલેન્ડમાં ખાંડનું ઉત્પાદન ઘટતા વિશ્વ માર્કેટમાં ખાંડના ભાવમાં સુધારો જોવા મળી શકે છે.
વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ સુગર કોન્ફરન્સમાં બોલતા રંગસીટ હિયાનગ્રાટએ જણાવ્યું હતું કે થાઈલેન્ડમાં અમારી સામાન્ય સુગર સીઝન 120 દિવસની હોઈ છે પણ આ વર્ષે સુગર સિઝનનો સમાય ઘણો ઓછો છે.ડિસેમ્બર 1થી શરુ થયેલી અમારી સીઝન આ વર્ષે ફેબ્રુઆરી 8ના રોજ પુરી થઇ જશે
સૂકા હવામાનની સાથે સાથે થાઈલેન્ડના શેરડીના ખેડૂતો શેરડીને બદલે કસાવા પાક તરફ વળ્યાં છે તેને કારણે પણ શેરડી અને ખાંડના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.