નવી દિલ્હી: ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીંમાં ખાંડનું ઉત્પાદન ઘણું વધારે થયું છે. ગત વર્ષે 15 નવેમ્બર, 2019 ના રોજ। 4.84 મિલિયન ટન ખાંડનું ઉત્પાદન હતું જે આજ સમય દરમિયાન ચાલુ વર્ષે 14.10 લાખ ટન છે.
ગત વરશે 15 નવેમ્બર,2019ના રોજ 127 શુગર મિલો શેરડીનું પિલાણ કરી રહી હતી જે આવર્ષે 15 નવેમ્બરના રોજ 274 શુગર મિલો શેરડી ક્રશ કરી રહી છે.
ઉત્તર પ્રદેશમાં 76 શુગર મિલોએ આ સિઝન માટે પિલાણ કાર્ય શરૂ કરી દીધું છે અને 15 નવેમ્બર 2020 સુધીમાં 3.85 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં 78 મિલો કાર્યરત હતી અને 15 નવેમ્બર, 2019 સુધીમાં તેઓએ 2.93 લાખ ટનનું ઉત્પાદન કર્યું હતું.
મહારાષ્ટ્રમાં, 15 નવેમ્બર 2020 સુધીમાં 117 શુગર મિલોએ પિલાણની કામગીરી શરૂ કરી દીધી છે, જ્યારે પાછલા પિલાણની સીઝનમાં દુષ્કાળ અને ઓછા ખેતીલાયક વિસ્તારને લીધે પિલાણ મોડુ થયું હતું. રાજ્યમાં 15 નવેમ્બર, 2020 સુધી ખાંડનું ઉત્પાદન 5.65 લાખ ટન છે.