પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જનભાગીદારીએ દેશના વિકાસમાં નવી ઊર્જા પ્રદાન કરી છે અને સ્વચ્છ ભારત અભિયાન તેનું ઉદાહરણ છે.
શ્રી મોદીએ કહ્યું કે શૌચાલયનું નિર્માણ હોય કે કચરાનો નિકાલ હોય, વારસાની જાળવણી હોય કે સ્વચ્છતા માટેની સ્પર્ધા હોય, દેશ આજે સ્વચ્છતાના ક્ષેત્રમાં નવી વાર્તાઓ લખી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“લોકભાગીદારી દેશના વિકાસમાં કઈ રીતે નવી ઊર્જા ભરી શકે છે, સ્વચ્છ ભારત અભિયાન તેનો સીધો પુરાવો છે. શૌચાલયનું નિર્માણ હોય કે કચરાનો નિકાલ, ઐતિહાસિક વારસાની જાળવણી હોય કે સ્વચ્છતા માટેની સ્પર્ધા હોય, દેશ આજે સ્વચ્છતાના ક્ષેત્રમાં નવી વાર્તાઓ લખી રહ્યો છે.”
(Source: PIB)