કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર પર સંકટના વાદળો છે. કોંગ્રેસ અને જેડીએસના 11 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હોવાના અહેવાલ છે. રાજ્ય વિધાનસભા સ્પીકર રમેશકુમારે જણાવ્યું કે કોંગ્રેસ અને જેડીએસના 11 ધારાસભ્યોના રાજીનામા તેમની ઓફિસમાં આવ્યા છે. તેમણે કહ્યું કે તેઓ રવિવારે રજા ઉપર છે અને સોમવારે તેઓ વિધાનસભા સ્થિત પોતાની ઓફિસે પહોંચ્યા બાદ જ સ્થિતિ સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી શકશે. આ બાજુ કોંગ્રેસના ધારાસભ્ય બી સી પાટીલે દાવો કર્યો કે બંને પક્ષના થઈને 14 ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે.
આ ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે.
1. પ્રતાપ ગૌડા પાટીલ, કોંગ્રેસ
2. શિવરામ હેબાર, કોંગ્રેસ
3. રમેશ જારખોલી, કોંગ્રેસ
4. ગોપાલાહ, જેડીએસ
5. મહેશ કુમાતિ હાલી, કોંગ્રેસ
6. એચ. વિશ્વનાથ, જેડીએ
7. નારાયણ ગૌડા, કોંગ્રેસ
8. બી સી પાટીલ, કોંગ્રેસ
9. રામલિંગા રેડ્ડી, કોંગ્રેસ
10. સૌમ્યા રેડ્ડી, કોંગ્રેસ
11. બી સુરેશ, કોંગ્રેસ
12. મુનિરથના, કોંગ્રેસ
અત્રે જણાવવાનું કે એક જુલાઈના રોજ કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વવાળી ગઠબંધન સરકારને ઝટકો આપતા બળવાખોર ધારાસભ્ય રમેશ ઝરકીહોલી સહિત બે કોંગ્રેસ ધારાસભ્યોએ સોમવારે રાજ્ય વિધાનસભામાંથી રાજીનામું આપી દીધુ. વિધાનસભાના અધ્યક્ષ કે.આર.રમેશકુમારને મોકલવામાં આવેલા કન્નડ ભાષામાં હાથથી લખાયેલા પત્રમાં ઝરકીહોલીએ ફરિયાદ કરી હતી કે તેમની પાર્ટીએ ગત વર્ષ મંત્રીમંડળમાંથી તેમને બહાર કરીને તેની વરિષ્ઠતાની ‘અવગણના’ કરી.