22 સપ્ટેમ્બરના રોજ જારી કરાયેલા નોટિફિકેશનમાં સરકારે સ્થાનિક વેચાણ માટે ઓક્ટોબર 2023 માટે 13 લાખ ટનના ક્વોટાનો પ્રથમ હપ્તો બહાર પાડ્યો છે. શુગર મિલો તાત્કાલિક અસરથી તેનું વેચાણ શરૂ કરી શકે છે. બજારની સ્થિતિના આધારે વધુ ક્વોટા ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
ખાદ્ય મંત્રાલયે સપ્ટેમ્બર 2023 માટે ખાંડ મિલોને 25 લાખ ટન માસિક ખાંડનો ક્વોટા ફાળવ્યો હતો, જ્યારે ઓક્ટોબર 2022 માં સ્થાનિક વેચાણ માટે 23.5 લાખ ટન માસિક ખાંડનો ક્વોટા બહાર પાડવામાં આવ્યો હતો.
બજારના જાણકારોના મતે પ્રથમ હપ્તો જાહેર થવાથી ખાંડના ભાવ નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે. સ્થાનિક ગ્રાહકોને વ્યાજબી ભાવે ખાંડ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા સરકાર પ્રતિબદ્ધ છે.