નવી દિલ્હીઃ કેન્દ્રમાં રહેલી રહેલી મોદી સરકાર નાણાંકીય વર્ષ 2019-20 માટે બજેટમાં નક્કી કરાયેલા ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને હાંસલ કરવા માટે તનતોડ પ્રયત્ન કરી રહી છે. તે માટે કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રની માલિકીની 28 કંપનીઓનો હિસ્સો સ્ટ્રેટેજિક સેલ્સ હેઠળ વેચવાની યોજના બનાવી રહી હોવાનું રાજ્યકક્ષાના નાણાંમંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારે બજેટમાં વર્ષ 2019-20 માટે રૂ. 1.05 લાખ કરોડનો ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ નક્કી કર્યો છે. જેની સામે ચાલુ નાણાંકીય વર્ષના સાત મહિનામાં અત્યાર સુધીમાં માત્ર રૂ. 173.64 અબજ જ એક્ત્ર કરવામાં આવ્યા છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રીમંડળે એર ઇન્ડિયા સહિત સરકાર દ્વારા સંચાલિત 28 કંપનીઓનું સ્ટ્રેટેજિક સ્ટેક સેલ્સ કરવા માટે મંજૂરી આપી દીધી છે.