ભારતમાં એક બાજુથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને રિકવરી પણ ઝડપથી થઇ રહી છે તેમાં ગઈકાલે ભારતમાં અત્યાર સુધીના એક દિવસમાં નોંધાયેલા મોત ની સંખ્યા સૌથી વધારે જોવા મળી હતી. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 6,148 મોત નિપજતા એક જ દિવસમાં સૌથી વધુ મોત નોંધાયા હતા. બિહારે મોત ના દર્દીઓનું ફરી ઓડિટ કરતા વધારે મોતની સંખ્યા બહાર આવી છે.
જોકે કોરોનાની રફ્તાર પણ હવે ધીમી થઇ છે અને આજે સતત ત્રીજા દિવસે કોરોનાના નવા કેસ 1 લાખની અંદર આવ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 94,052 નવા કેસ આવતા ભારતમાં કુલ કેસ 2,91,83,121 થવા પામ્યા છે.જોકે ભારતમાં ફરી એક વખત રિકવર થનાર દર્દીઓની સંખ્યા ઘણી વધારે જોવા મળી રહી છે. જેના ભાગ રૂપે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,51,367 કેસ સાજા થતા દેશમાં અત્યાર સુધીમાં 2,76,55,493 કેસ સજા થયા છે.ભારતમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11,67,952 પાર પહોંચી છે. જોકે 6,148 નવા મોત સાથે ભારતમાં કુલ મોતની સંખ્યા 3,59,676 પાર જોવા મળી રહી છે.
ભારતમાં રસીકરણમાં પણ ઝડપ આવી છે અને 23,90,58,360 ડોઝ આપી દેવાયા છે.