ગઈકાલના ઐતિહાસિક કડાકા બાદ આજે મંગળવારે માર્કેટ નીચલી સપાટીએથી શાનદાર રિકવરી સાથે ખલ્યું છે. બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ગઈકાલના બંધ 25,981.24 સામે આજે 27,056.23 પર ખુલી હાલ 1,521.56 પોઈન્ટ અથવા 5.59 ટકા ઉછળીને 27,487 નજીક કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 આંક પણ અગાઉના બંધ 7,610.25ની સામે આજે 7,848.30 નજીક ખુલી હાલ 363.20 અંક અથવા 4.71 ટકા કૂદીને 7,968 નજીક કારોબાર કરી રહ્યા હતા.
જોકે માર્કેટ પોઝિટિવ નોટ પર ખુલ્યા બાદ ફરી એક વખત નીચે પટકાયું હતું અને બાદમાં ફરી થોડી રિકવરી જોવા મળી હતી. આ લખાઈ છે ત્યારે 11:30 વાગે સેન્સેક્સ 26512પર 517 પોઇન્ટના વધારા સાથે રતરેડ કરી રહ્યો છે જયારે નિફટી 7755 એટલે કે 150 પોઇન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે જયારે બેન્ક નિફટી 141 પોઇન્ટ અપ સાથે 17029 પર ટ્રેડ કરી રહયો છે
હાલ આખા વિશ્વમાં કોરોના વાયરસે પ્રચંડ હાહાકાર મચાવ્યો છે. એક તરફ કોરોના વાયરસના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. ત્યારે બીજી તરફ આ વાયરસના કારણે વિશ્વ ભયંકર મંદી તરફ વધી રહ્યું છે. કોરોનાની અસરે વૈશ્વિક માર્કેટ જબરદસ્ત રીતે પ્રભાવિત થયા છે. ત્યારે ઘરેલુ માર્કેટ પર પણ તેની ગંભીર અસર જોવા મળી રહી છે. ગઈકાલની વાત કરીએ તો સોમવારે માર્કેટની શરૂઆતમાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં 10 ટકાથી વધુનો કડાકો થતા નીચલી સર્કિટ લાગી હતી અને ટ્રેડિંગ 45 મિનિટ માટે રોકવામાં આવ્યું હતું.