વિશ્વભરના બજારમાં ખાંડના ભાવ ઘટી રહ્યા છે અને તેને કારણે એક્સપોર્ટમાં પણ જે નુકશાન થવાની શક્યતા છે અને તેને ભરપાઈ અનુદાનને બદલે ખાંડનું ન્યુનતમ મૂલ્ય 29 રૂપિયામાંથી વધારીને 36 રૂપિયા કરવાની માંગ કેન્દ્ર સરકાર સામે દેશના ખાંડ ઉદ્યોગના સંગઠન દ્વારા કરવામાં આવી છે.સરકાર પણ ખાંડ ઉદ્યોગની પરિસ્થિતિ સમજે છે અને આ ઉદ્યોગને બહાર કાઢવા માટે ગંભીરતાથી ખાંડના ભાવ વધારવા અંગે વિચારી રહી છે. જો સરકાર ખાંડની કિમંત વધારી આપે છે તો ખાંડની મિલોને ડોમેસ્ટિક માર્કેટમાંથી સારો એવો હિસ્સો મળી જશે અને એકસપોર્ટની ખોટમાંથી ખાંડની મિલો પણ બહાર આર્થિક સંકટમાંથી બહાર આવી શકે તેમ છે.
દેશમાં 2017-18મા ક્રશિંગ સીઝનમાં 322.50 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. 2017-18ના વર્ષ દરમિયાન ખાંડના બમ્પર ઉત્પાદન અને ગયા વર્ષનો વધેલા સ્ટોક મળીને 2018-19ની સીઝનની શરૂઆત પેહેલા જ 100 ટન જેટલો ખાંડનો સ્ટોક અત્યારથી જ થઇ ગયો છે.અને આવનારા વર્ષમાં હજુ પણ 360 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.ખાંડના રેકોર્ડ બ્રેક ઉત્પાદન અને ભારે હાજર સ્ટોકને કારણે ખાંડ મિલો ઉપર અને ઉદ્યોગ પર ફરી એક વખત આર્થિક સંકટ આવી શકે તેમ છે ત્યારે તેમાં રાહત આપવા માટે સરકારે ડિસેમ્બર સુધીમાં 20 લાખ મેટ્રિક ટન ખાંડ એક્સપોર્ટ કરવાનો નિર્ણય લઇ લીધો છે. જોકે વર્તમાન પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય લેવલ પર ભાવ નીચા છે અને ઘર આંગણે ભાવ થોડા વધારે છે ત્યારે એક્સપોર્ટ કરવું મુશ્કેલ બની રહ્યું છે.ઓગસ્ટના અંત સુધીમાં માંડ 5 લાખ મેટ્રિક ટન ખાંડ જ એક્સપોર્ટ થઇ શકી છે.
જોકે સરકારે એક્સપોર્ટ માટે જે આંકડા સામે રાખ્યા છે તેટલું એક્સપોર્ટ કરવા માટેની કાચી ખાંડ પણ દેશ મોજુદ નથી અને કદાચ અત્યારે કાચી ખાંડ હાજર હોત તો પણ મિલોને નુકશાન ઉઠાવીને જએક્સપોર્ટ કરવું પડત ત્યારે સરકાર પાસે રાહત પેકેજની માંગ ઘણા સમયથી કરવામાં આવી હતી અને તેના ભાગ રૂપે 8.500 કરોડનું રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પણ તેનો ખાસ લાભ ખાંડ મિલોને થાય તેવી શક્યતા ઓછી છે. ત્યારે હવે ખાંડ મિલો સરકાર પાસે મિનિમમ સપોર્ટ પ્રાઇસ 29 રૂપિયાથી વધારીને 36 રૂપિયા સુધી કરી દેવાની માંગ કરી રહી છે. જો સરકાર આ માંગ સ્વીકારી લે છે તો શેરડીના ખેડૂતોના એફઆરપી દેવામાં સાનુકૂળતા રહેશે અને આર્થિક પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે પણ મિલો સક્ષમ બનશે તેવો દાવો ખાંડ ઉદ્યોગ દ્વારા કરવામાં આવી રહ્યો છે
ખાંડ એક્સપોર્ટની તારીખ સરકારે લંબાવીને 31 ડિસેમ્બર સુધી કરી
ભારત સરકારે 20 લાખ ટન ખાંડ એક્સપોર્ટ કરવાની તારીખ ડિસ્મેબર સુધી લંબાવી દીધી છે.ભારત ખાંડ ઉત્પાદનમાં વિશ્વનો બીજા નંબરનો સૌથો મોટો દેશ છે અને શેરડીના બમ્પર પાકને કારણે ખાંડનો ભરાવો થઇ ગયો છે સાથોસાથ વર્તમાન સ્ટોક પણ ભારે માત્રામાં મોજુદ હોવાને કારણે સરકારે હવે ખાંડની એક્સપોર્ટની તારીખ સપ્ટેમ્બર સુધી હતી તે વધારીને ડિસેમ્બર સુધીની કરી નાંખી છે.દરમિયાન ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશને જણાવ્યું હતું કે 2018-19માં ભારતમાં ખાંડનું ઉત્પાદન 35 મિલિયન ટન હતું તે વધીને 35.5 મિલિયન ટન સુધી આસાનીથી પહોંચી જશે