ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે. જુલાઈમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યાચાર લાખ હતી ત્યાર બાદ મોટો ઉછાળો આવ્યા બાદ એક સમયે એક્ટિવ કેસની સંખ્યા 10 લાખને પાર થઇ ગઈ હતી. છેલ્લા 24 કલાકમાં 32,080 નવા કેસ નોંધાયા હતા પણ દર્દીઓની ફરી વધી જોવા મળી હતી.
પણ છેલ્લા ત્રણ મહિનાથી કેસના મોટો ઘટાડો પણ આવી રહ્યો છે જેના પગલે ભારતમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખની અંદર પહોંચી ગઈ છે.આજે હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર હાલ ભારતભરમાં કુલ નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 97,35,850 પહોંચી છે જેમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 92,15,581 પર પહોંચી છે.છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં વધુ 402 મોટ નોંધાયા હતા. કુલ મૃતકોની સંખ્યા 1,41,360 પર પહોંચી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં વધુ 36,635 દર્દીઓ સજા થયા હતા જેના ભાગ રૂપે હવે એક્ટિવ કેસની સંખ્યા 3,78,909 પર જોવા મળી રહી છે.