ભારતમાં કોરોનાંને લઈને સારા સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનના કેસમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે અને છેલ્લા 24 કલાક દરમિયાન 61,267 નવા કોરોના કેસ નોંધાયા છે અને 884 લોકોના મોત નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કુલ, 66,85,083 કેસોમાં, 9,19,023 સક્રિય કેસ છે. 56,62,491 કેસના ઉપચાર થયા છે અને 1.03,569. લોકોનાં મોત નીપજ્યાં છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છેલ્લા 24 કલાકમાં 903 મૃત્યુ નોંધાઈ છે. કોરોના કેસોના મામલામાં ભારત અમેરિકા પછી બીજા નંબર પર છે. જોપ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, કોરોનાથી દુનિયામાં અત્યાર સુધીમાં કુલ 10 લાખ 22 હજાર 976 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમાંથી યુ.એસ.માં સૌથી વધુ મોત 2 લાખ 7 હજાર 808 હતા જ્યારે ભારતમાં આ આંકડો 1 લાખને પાર કરી ગયો હતો.
રશિયામાં ઉત્પાદિત કોરોના રસી એ દેશમાં પ્રથમ ઉપલબ્ધ રસીકરણ હોઈ શકે છે. જો કે, દેશમાં વિકસિત બે રસી ત્રીજા તબક્કાના પરીક્ષણોમાં છે અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસી પણ ભારતમાં ત્રીજા તબક્કામાં છે. પરંતુ રશિયન રસી બનાવવામાં આવી છે અને તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારત સરકાર પણ આ રસીની ઉપલબ્ધતાને લઇને રશિયન સરકાર સાથે વાતચીત કરી રહી છે.