નવી દિલ્હી: મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ વેલ્ફેરની વેબસાઈટ અનુસાર અત્યાર સુધીમાં ભારતમાં કોરોના પોઝિટિવ કેસમાંથી 51,784 થી વધારે દર્દીઓ સંપૂર્ણ સાજા થઈને પોતાના ઘરે પાછા ફર્યા છે. હાલ ભારતમાં આજે સવારના 8 વાગ્યા સુધીના જે આંકડા બહાર પાડવામાં આવ્યા છે તેમાં ભારતમાં હજુ 69,597 પોઝિટિવ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં હોટસ્પોટ વિસ્તારોની સંખ્યા પણ વધતી જતી જોવા મળી રહી છે અને ઘણી હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સને પણ કોરોના પોઝિટિવની અસર જોવા મળી છે.તેમ છતાં ભારતમાં હવે રિકવરીનો રેસિયો પણ ઝડપથી સુધરી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં પોલીસ કર્મીઓને પણ કોરોના પોઝિટિવ હોવાના સૌથી વધારે કેસ જોવા મળી રહ્યા છે. હાલ મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે. એકલા મહારાષ્ટ્રમાં જ 44,582 કેસ જોવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં12,583 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. જયારે 1517 દર્દીઓના મોત નિપજ્યા છે. ગુજરાતની વાત કરીએ તો 13,268 કેસ નોંધાયા છે. 5,880 લોકોને હોસ્પિટલમાંથી છૂટી આપવામાં આવી છે. જયારે ગુજરાતમાં કુલ 802 લોકોના મોત નિપજ્યા છે. નવી દિલ્હીમાં હાલ કુલ 12,319 કેસ છે જેમાંથી 5,897 કેસ સાજા થયા છે.તામિલનાડુમાં 14,753 કેસ છે જેમાંથી 7,128 લોકો સાજા થયા છે.
હાલ ભારતમાં 69,597 એક્ટિવ કેસ છે. જયારે અત્યાર સુધીમાં 51,783 દર્દીઓ સંપૂર્ણ સાજા થયા છે. દેશભરમાં કુલ 3,720 લોકોના મોત નિપજ્યા છે.