ઘઉંના ભાવમાં ઘટાડો નોંધાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના બંધ થયા બાદ સરકાર હવે ખુલ્લા બજારમાં ઘઉં વેચવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઓપન માર્કેટ સેલ્સ સ્કીમ હેઠળ આ ઘઉંનું વેચાણ કરવામાં આવશે. સરકાર 20 લાખ ઘઉં બજારમાં વહેંચી શકે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના બંધ થઈ ગઈ છે ત્યારે સરકાર પાસે અનેક વિકલ્પ ખુલ્લા છે. આવાસના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એફસીઆઇ નાના વેપારીઓને એક ક્વિન્ટલના 2250 રૂખે ઘઉં વેચી શકે છે.
આ સમાચારની વચ્ચે દિલ્હીમાં ઘઉંના ભાવમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી અને ભાવ પ્રતી કવીન્ટલ 2915 પર પહોંચ્યા હતા. એક એપ્રિલ સુધી સરકાર પાસે 113 લાખ ટન ઘઉં હોઈ શકે છે. વર્તમાન નિયમ અનુસાર સરકારને 74 લાખ ટન જરૂરત છે. 1 જાન્યુઆરીમાં સરકારને બફર સ્ટોક મુજબ 138 લાખ ટનની જરૂરત છે. સરકાર પાસે જાન્યુઆરી એક સુધીમાં 21 લાખ મેટ્રિક ટન ઘઉં મોજુદ છે. અત્યારે જણાવી દઈએ કે વર્તમાન સિઝનમાં ઘઉંનો વાવેતર ત્રણ ટકા વધ્યું છે. રવિ સિઝનમાં પણ ઘઉંનું વાવેતર વધીને 312.26 લાખ હેક્ટર પહોંચી ગયું છે. 2022-23 માં ઘઉંનું ઉત્પાદન વધારે થવાની આશા છે કારણ કે 2021-22 માં 302.61 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું