RBIએ વ્યાજ દર અને રેપો રેટ 4% યથાવત રાખતા બજારમાં પોઝિટિવ સંકેત

ભારતની વિવિધ માર્કેટને આજે રિઝર્વ બેન્કના ગવર્નરે રાહતનો ડોઝ આપ્યો છે અને તેને કારણે માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલીસ કમિટીની બેઠક પૂરીથયા બાદ ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સમાં . રિઝર્વે બેંકે રેપો રેટ કે રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.3 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.

વ્યાજદરમાં કોઈ ફેરફાર ન થવાથી હવે હોમ અને કાર લોનના ઈએમઆઈ સસ્તા થવાની આશા પર પાણી ફરી વળ્યું છે. અત્રે જણાવવાનું કે મે મહિનામાં વ્યાજદરોમાં 40 બેસિસ પોઈન્ટ અને માર્ચમાં 75 બેસિસ પોઈન્ટનો કાપ મૂકાયો હતો. નોંધનીય છે કે હાલમાં પોલીસી રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. જ્યારે બેંક રેટ 4.25 ટકા છે. એ જ રીતે સીઆરઆર 3 ટકા છે.

આ વર્ષે રિઝર્વ બેંકે લોકડાઉનને જોતા 2 વાર વ્યાજદરોમાં 115 બેસિસ પોઈન્ટનો કાપ મૂક્યો હતો. ફેબ્રુઆરીથી રેપો રેટમાં 1.15 ટકાનો કાપ થઈ ચૂક્યો છે. બેંકોએ ગ્રાહકોને નવી લોન પર 9.72 ટકા કાપનો ફાયદો કરાવી આપ્યો છે.

પ્રેસ કોન્ફરન્સ બાદ બેંકોના શેરોમાં તેજી જોવા મળી હતી અને માર્કેટમાં સેન્સેક્સ અને નિફટીમાં તેજી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here