રેપો રેટમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કોઈ બદલાવ ન કરાયો

10 ફેબ્રુઆરી 2022: ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેપો રેટ 4 ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ 4.25 ટકા અને બેન્ક રેટ 4.25 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. MPCના 6 સભ્યોમાંથી 5 સભ્યો વ્યાજ દરોમાં કોઈ ફેરફારની તરફેણમાં ન હતા.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક 8 ફેબ્રુઆરી (મંગળવાર)ના રોજ શરૂ થઈ હતી. આપને જણાવી દઈએ કે લતા મંગેશકરના નિધન પર મહારાષ્ટ્ર દ્વારા 7 ફેબ્રુઆરીને જાહેર રજા જાહેર કરવામાં આવી હોવાના કારણે, રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં 6 સભ્યોની મોનેટરી પોલિસી કમિટીની બેઠક સ્થગિત કરવામાં આવી હતી. રિઝર્વ બેંકના સામાન્ય બજેટ પછી આ પ્રથમ દ્વિ-માસિક નાણાકીય નીતિ છે અને આ નાણાકીય વર્ષની છેલ્લી દ્વિ-માસિક નાણાકીય નીતિ છે. RBIની ત્રણ દિવસીય દ્વિ-માસિક નાણાકીય સમીક્ષા બેઠક આજે એટલે કે 10 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ ગઈ છે. RBIની MPCની છેલ્લી બેઠક ડિસેમ્બર 2021માં યોજાઈ હતી અને તે બેઠકમાં પણ નીતિગત દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.

10 વખતથી વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થયો નથી

સેન્ટ્રલ બેંકે સતત દસમી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રિઝર્વ બેંકે છેલ્લે 22 મે 2020ના રોજ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો.

શું છે રેપો રેટ, રિવર્સ રેપો રેટ
રેપો રેટ એ દર છે કે જેના પર રિઝર્વ બેંક (RBI) અન્ય કોમર્શિયલ બેંકોને લોન આપે છે. કોમર્શિયલ બેંકો તેમના ગ્રાહકોને રિઝર્વ બેંક પાસેથી લોન લઈને લોન આપે છે. નીચો રેપો રેટ તમારા માટે લોન દર પણ ઘટાડે છે. બીજી બાજુ, રિવર્સ રેપો રેટ એ દર છે કે જેના પર બેંકો રિઝર્વ બેંકમાં જમા કરવામાં આવેલી તેમની મૂડી પર વ્યાજ મેળવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here