રિઝર્વ બેંકે વ્યાજદરમાં કોઈ બદલાવ કર્યો નહિ. વૃદ્ધિ દર 10.5 % રહેવાનું અનુમાન

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ના ગવર્નર શક્તિકાંતા દાસે શુક્રવારે ક્રેડિટ પોલિસીની સમીક્ષાની જાહેરાત કરી છે. જે મુજબ આરબીઆઈએ આ વખતે વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આનો સીધો અર્થ એ છે કે રેપો રેટ હજી 4% ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા રહેશે.

આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિ એટલે કે એમપીસીની બેઠકમાં લીધેલા નિર્ણયોની જાહેરાત કરતા દાસે કહ્યું કે દેશની આર્થિક વિકાસની સંભાવનામાં નોંધપાત્ર સુધારો થયો છે અને ફુગાવાનો દર 6 ટકા પર આવી ગયો છે.

તેમણે કહ્યું કે 2020 માં અમારી શક્તિની કસોટી કરવામાં આવી હતી અને 2021 માં એક નવો આર્થિક યુગ બનાવવામાં આવી રહ્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાન્ત દાસે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે ફુગાવાનો દર 5.2 ટકા જેટલો હોઈ શકે છે.

અત્યારે સમજાવી દઈએ કે રેપો રેટ તે દર છે કે જેના પર બેંકો ભારતીય રિઝર્વ બેંક પાસેથી લોન લે છે. આ લોન પર બેંકો આરબીઆઈને જે દરે વ્યાજ આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here