રૂપિયો Vs ડૉલર: ફોરેક્સ ટ્રેડર્સના મતે, આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઘટાડાથી રૂપિયાની નબળાઈને રોકવામાં મદદ મળી છે, તેથી રૂપિયામાં થોડો ઘટાડો થયો છે. સ્થાનિક શેરબજારમાં મંદી અને જોખમ-વિરોધી વલણને કારણે, સોમવારે શરૂઆતના વેપારમાં યુએસ ડૉલર સામે રૂપિયો સાત પૈસા ઘટીને 79.33 થયો હતો. પાછલા સત્રમાં ડોલર સામે રૂપિયો તેની સૌથી નીચી સપાટી 79.26 પર બંધ થયો હતો. જયારે જે ડોલર સામે રૂપિયો 79.37 પાર હાલ જોવા મળી રહ્યો છે.
ઇન્ટરબેંક ફોરેન કરન્સી એક્સચેન્જ માર્કેટમાં, યુએસ ડોલર સામે રૂપિયો 79.30 પર નબળો ખૂલ્યો હતો અને પછીના વેપારમાં 79.33 પર આવ્યો હતો, જે અગાઉના બંધ ભાવની સામે સાત પૈસાની નબળાઈ દર્શાવે છે. શરૂઆતના વેપારમાં અમેરિકી ડોલર સામે ભારતનું સ્થાનિક ચલણ રૂપિયો 79.24 અને 79.35ની રેન્જમાં રહેશે
ફોરેક્સ ટ્રેડર્સના મતે, જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવાથી રૂપિયાની નબળાઈને કાબૂમાં લેવામાં મદદ મળી છે.
ડૉલર ઇન્ડેક્સ અને ક્રૂડ-FII ડેટા
દરમિયાન, ડોલર ઇન્ડેક્સ, છ મુખ્ય ચલણો સામે યુએસ ડોલરની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે, 0.31 ટકા વધીને 107.34 પર પહોંચ્યો હતો. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 0.63 ટકા ઘટીને $106.35 પ્રતિ બેરલ હતું. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 109.31 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
આજે શેરબજાર કેવી રીતે ખુલ્યું
આજના શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 233.24 પોઈન્ટ્સ અથવા 0.43 ટકા ઘટીને 54,248 પર અને NSE નિફ્ટી 84.45 પોઈન્ટ્સ અથવા 0.52 ટકાની નબળાઈ સાથે 16,136 પર ટ્રેડ કરી રહ્યો છે.