અમેરિકી રાષ્ટ્રપતિના આગમન પર એવું માનવામાં આવતું હતું કે આજે શેર બજારમાં સારી ખરીદારી થશે પણ શેર બજારને ટ્રમ્પની ભારત મુલાકાત પસંદ ન આવી અને ગ્લોબલ નબળા સંકેતો વધારે હાવી થઇ જતા માર્કેટમાં ધોબી પછડાટ જોવા મળી હતી.આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવ્યા છે. તેમણે પીએમ મોદી સાથે અમદાવાદ ખાતે આવેલ ગાંધી આશ્રમ અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાની મુલાકાત લીધી. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસના કારણે બંને દેશો વચ્ચે વેપાર સંબંધ વધુ મજબૂત થશે એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ આ દરમિયાન આજે ભારતીય શેર બજારમાં 830થી વધુ પોઇન્ટનો જંગી કડાકો પણ જોવા મળ્યો છે.
બીએસઈ બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેકસ ટ્રેડિંગ દિવસના અંતિમ સેશનમાં 806 પોઈન્ટ અથવા 1.96 ટકા ગગડીને 40,363 નજીક સેટલ થયો છે, જ્યારે આ પહેલા કારોબાર દરમિયાન 806 અંક સુધીનો કડાકો જોવા મળ્યો હતો. નિફ્ટી 50 આંકની વાત કરીએ તો ઈન્ડેક્સ સોમવારે 251 અંક અથવા 2.08 ટકા ગગડીને 11,829 નજીક સેટલ થયા છે. બેંક નિફ્ટની વાત કરીએ તો ઈન્ડેક્સ 487 અંકના ઘટાડા સાથે 30,455 નજીક બંધ આવ્યો છે.બજાર નિષ્ણાતો મુજબ આ કડાકો ચીનના કોરોના વાયરસના કારણે જોવા મળી રહ્યો છે. આ વાયરસના કારણે ચીનમાં અત્યાર સુધી લગભગ 2400થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે સાઉથ કોરિયામાં પણ હાઈ એલર્ટ મૂકવામાં આવ્યું છે જ્યાં આ વાયરસના ચેપના 700 શંકાસ્પદ કેસ નોંધાયા છે.