શેરબજારમાં દિવસની શરૂઆતમાં નજીવી વધ-ઘટ જોવા મળી છે. જેમાં સેન્સેક્સ +20.37 અંક એટલે કે 0.053% ટકા વધીને 38,619.36 પર ટ્રેડ થઇ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −11.50 પોઈન્ટના ઘટાડા સાથે 11,452.50 પર ટ્રેડ થઇ રહી છે.
ગુરુવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં વધારો જોવો મળ્યો છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 6 પૈસાનો વધારો થયો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.38 ના ભાવ પર ખૂલ્યો છે. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 71.44 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.
આજે પણ જુબિલન્ટ ફુડ્સ અને બ્રિટાનિયામાં જોરદાર તેજી જોવા મળી હતી જ્યારેઆઈ ટી કંપનીમાં આજે વેચવાલી જોવા મળી હતી