નવી દિલ્હી ભારત સરકારે દ્વારા કેન્દ્રીય બજેર 2025 1 ફેબ્રુઆરીના રોજ રાહુ કરવામાં આવશે. તે દિવસે શનિવાર છતાં ભારતમાં સ્ટોક એક્સચેન્જ વેપાર માટે ખુલ્લા રહેશે.
બજાર ઇક્વિટી માટે સવારે 9 વાગ્યાથી બપોરે 3:30 વાગ્યા સુધી અને કોમોડિટીઝ માટે સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે અત્યાર સુધીમાં MSME, ખેડૂતોના સંગઠનો અને અર્થશાસ્ત્રીઓ સહિત વિવિધ હિતધારકો સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી છે. શુક્રવારે નાણામંત્રીએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી.
નાણા મંત્રાલય નિષ્ણાતો, ઉદ્યોગ અગ્રણીઓ, અર્થશાસ્ત્રીઓ અને રાજ્ય અધિકારીઓ સાથે વાર્ષિક ધોરણે ઘણી પૂર્વ-બજેટ પરામર્શ બેઠકો કરે છે. આગામી નાણાકીય વર્ષ માટે વાર્ષિક બજેટ તૈયાર કરવાની ઔપચારિક કવાયત શરૂ થઈ ગઈ છે.
2025-26નું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણનું આઠમું બજેટ હશે. તમામની નજર મોદી 3.0 કાર્યકાળના બાકીના સમયગાળા માટે મુખ્ય જાહેરાતો અને સરકારના આગળ દેખાતા આર્થિક માર્ગદર્શન પર રહેશે.